” ધજા દેખી ધણી સાંભરે, દેવળ દેખી દુઃખ દૂર થાય, દર્શન કરતા રામાપીર ના ભવો-ભવના પાપ ટળી જાય “
લગભગ 10 વર્ષ પહેલા જય રામદેવ રામામંડળની શરૂઆત થઈ હતી, જેમાં લગભગ 30 થી 35 લોકો રહે છે. દર મંગળવાર અને શનિવારના તમામ લોકો રામામંડળ રમે છે, અમે ચોક-ચોક જઈએ છીએ અને શેરીએ શેરીએ શ્રી રામદેવ પીરના આખ્યાનનો પ્રથમ ભાગ ભજવ્યો હતો અને રામદેવપીરના નિર્જરા ધર્મની સ્થાપના અને પાટ પૂજાનો મહિમા સમજાવ્યો હતો. તેની સાથે જોડાયેલા તમામ લોકો મંડળમાં જોડાય અને રામદેવજી મહારાજના મંદિર માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.દરેક સભ્ય પોતાની સેવાઓ અને સમય આપીને આ જય નકલંકધામ રામદેવપીરાજી મહારાજનો વિશાળ ઘુમ્મટ છે. જે લગભગ 4 થી 5 વિઘા ખેતરોમાં આકાર લઇ રહ્યું છે.